Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસને ગાળો આપતો વિડીયો બનાવવો પડયો ભારે.

Share

ભરૂચમા પોલીસને ગાળો ભાંડતો એક શખ્સે ટૂંકો વિડીયો બનાવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરવતા સી ડિવિઝન પોલીસે આ વિડીયો જોઈ એક ઇસમની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસને ગાળો ભાંડતો ધ્રુવ પટેલ નામના શખ્સે એક ટૂંકો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોની ભરૂચની સી ડિવિઝન પોલીસને જાણ થતાં ધ્રુવ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચના આ શખ્સને આ વિડીયો બનાવવો જાણે ભારે પડી ગયો હોય એમ પોલીસે તેની ધરપકડ કરી માફી મંગાવી હતી.

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

ડભોઈ નગરપાલિકામાં કોરોના વાઇરસની ગ્રાન્ટનાં દુર ઉપયોગને લઈ સભ્યોમાં નારાજગી !!

ProudOfGujarat

ઝઘડીયાનાં ગુમાનદેવ પાસે રેલવે ક્રોસિંગ શનિ અને રવિવારે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!