Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નાથ સંપ્રદાયના સેક્રેટરી દ્વારા શિવજી વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત.

Share

વડોદરામાં નાથ સંપ્રદાયના જ્યોતીન્દ્રનાથ વિશ્વનાથ નાથબાવા તરસાલી વડોદરા ખાતે આશ્રમ ધરાવે છે તેઓ નાથ સંપ્રદાય સાથે સંકળાયેલા છે તેમજ હિન્દુ સભાના સેક્રેટરી છે અને બનારસથી જ્યોતિષશાસ્ત્રમાં પીએચડી પણ કર્યું છે આથી તેઓએ વડોદરા પોલીસ કમિશનર સમક્ષ એક અરજી કરી છે આ અરજીમાં જણાવ્યું છે કે તાજેતરમાં દાનિશ કુરેશી દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં ભારતીય હિન્દુ સમાજના આરાધ્ય દેવ શિવજી અને શિવલિંગ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જેનાથી સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. ભારત દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ આઝાદીનો દુરુપયોગ ન કરવો જોઇએ તેમજ અભિવ્યક્તિ દ્વારા કોઇ પણ ધર્મને નુકશાન થાય કે કોમી વૈમનસ્ય ફેલાય તેવી વાત પણ ન કરવી જોઈએ આથી આજે અમારા દ્વારા પોલીસ કમિશનર સમક્ષ તેમજ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના નાંદોલા ગામની સીમમાં ટીટોડી એ ઈંડા મુક્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર વિસ્તારમાં મૂળ અમદાવાદનાં ટ્રક ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા બે ખાનગી દવાખાના બંધ કરી તબીબ અને તેના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં.

ProudOfGujarat

વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા ભરૂચ નગરપાલિકાની અપીલ :  મેનહોલના ઢાંકણા ખોલવા કે નુકસાન પહોંચાડવા સામે ચેતવણી, ગટર વ્યવસ્થા ચોક-અપ અને બેકફ્લોની સમસ્યા સર્જાવાની શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!