Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું.

Share

ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આજે કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ ઉમરપાડા મામલતદારને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તારીખ 31/5/2022 ના દિવસે નવસારી જિલ્લાના લુંસિકુઈ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાસદા ચીખલીના આદિવાસી ધારાસભ્ય અનતભાઈ પટેલને જે આદિવાસી સમાજના દરેક પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને આયોજનપૂર્વક ગળાના ભાગને હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હોય, જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આદિવાસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ રહી છે. આવું કૃત્ય કરનાર LCB ના PI ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આપ સાહેબશ્રી પાસે માંગણી છે.

આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઇ વસાવા, જગતસિંહ, નટવરસિંહભાઈ વસાવા, ધારાસીંગ વસાવા, જીમ્મી વસાવા, સોહનલાલ, દલપત, હીરાલાલ વસાવા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહીને મામલતદારને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

સુરેન્દ્રનગર : કોરોના કાળ દરમિયાન લીંબડી ખાતે શિક્ષકો ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાંચ-પાંચ બાળકોને ભેગા કરીને આપી રહ્યા છે શિક્ષણ..!

ProudOfGujarat

ખેડા તાલુકામાં વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીના તીવ્ર પ્રવાહના કારણે એકાએક તૂટી પડ્યું

ProudOfGujarat

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!