Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

Share

દીપોત્સવી પર્વ નિમિત્તે ભરૂચ તેમજ આસપાસની સામાજિક સંસ્થાઓ દ્વારા ક્યાંને ક્યાંક ભોજન સેવા તો ક્યાંક ધાબળા વિતરણ કરવામાં આવે છે, આજે દિવાળીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પરિક્રમા વાસીઓને ધાબળાનું વિતરણ કરાયું હતું.

આ તકે સત્યમેવ જયતે ગ્રુપના આગેવાન ક્રિષ્ના મોરિયાએ જણાવ્યું હતું કે આ એક સેવાભાવી કાર્ય છે સમાજનો એક એવો વર્ગ કે જે તહેવારો નિમિત્તે પોતાની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પણ ખરીદી શકતા નથી તો આજે અમોએ અંકલેશ્વરના રામકુંડ મંદિર ખાતે પરિક્રમા વાસીઓને ધાબળાનું વિતરણ કરી અને અમારી આ સેવામાં અન્ય લોકો પણ સહભાગી થાય અને આગળ આવે તેવી અપીલ કરીએ છીએ. આ ધાબળા વિતરણમાં ગ્રુપના આગેવાન ક્રિષ્ના મોરિયા અને રિતેશ રાણા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

માતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો એ વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!