Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ સ્ટેશન ઉપરાંત વડોદરાના હરણી પોલીસ મથકમાં નંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

એલસીબી પીઆઇ કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એન.ભરવાડ પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન મળેલ બાતમીના આધારે બબલુ ઉર્ફે અજય હરિપ્રસાદ આર્ય રહે.હરિદ્વાર સોસાયટી ભોલાવ ભરુચનાને ભરૂચના ભોલાવ ઓવરબ્રીજ નીચેથી ઝડપી લીધો હતો. આ આરોપી ભરૂચ જીલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશન તેમજ વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી પોલીસ પકડથી દુર રહીને નાસતો ફરતો હતો. આ આરોપી વિરુધ્ધમાં નામદાર વડોદરા કોર્ટ તરફથી તેની ધરપકડ કરવા વોરંટ કાઢવામાં આવ્યુ હોવાની ખાતરી થતાં આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા આ ઝડપાયેલ આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો, તેમજ ઝઘડિયા અને હરણી પોલીસ સ્ટેશનો ખાતે આગળની કાર્યવાહી કરવા માટેની જાણ કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat

ખેડા જિલ્લાના યુવકે ભારત સરકાર પાસે ભારતીયોને વતન પરત લાવવાની કરી માંગણી.

ProudOfGujarat

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!