Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયેલી મહિલાઓને કચેરીમાં પ્રવેશ ન અપાયો.

Share

સુરત અઠવા પોલીસ લાઇનના મકાનો જર્જરિત હોવાથી ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા આ મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયેલી મહિલાઓને મળવા પણ દેવાઇ નહીં.

સુરત અઠવાલાઇન્સ પોલીસ લાઇનને પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે. 7 દિવસની અંદર બ્લોક ખાલી કરવાની આ નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આપવામાં આવી છે. અચાનક નોટિસ આપવામાં આવતા પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળતા પોલીસ લાઇનની મોટી સંખ્યામાં મહિલાઓ સુરત પોલીસ કમિશનર રજૂઆત કરવા પહોંચી હતી.

Advertisement

સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ શહેરના મુખ્ય પોલીસ હેડક્વાર્ટરની પાછળ આવેલ 252 પોલીસ લાઇન્સને ગતરોજ પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે કે 7 દિવસની અંદર તમે તમારા બ્લોક ખાલી કરો. મહિલાઓ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા તો પહોંચી હતી પરંતુ તેમને પોલીસ કમિશનર સાથે મુલાકાત કરવા દેવામાં આવી ન હતી. જોકે પોલીસ હેડ ક્વાર્ટર એડમીન મેડમને મળવા દેવાઇ હતી.

કુલ 252 પરિવારમાંથી હાલ 126 જેટલા જ પોલીસ પરિવાર અહીં રહે છે. પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા 2018 માં સર્વે કર્યા બાદ પોલીસ લાઈન જર્જરિત છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલ રોજ પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અચાનક નોટિસ આપવામાં આવતા પરિવારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. 252 પોલીસ લાઇનમાં હાલ જૂની બિલ્ડીંગ કુલ 13 છે એમાં કુલ 252 પોલીસ પરિવાર રહે છે.એમાંથી હાલ 126 જેટલા જ પરિવાર રહે છે.

અહીંના રહીશોએ જણાવ્યું હતું કે અમે 252 ક્વાર્ટર્સમાં રહીયે છીએ. અમારા બાળકોની થોડા જ દિવસોમાં સ્કૂલ શરૂ થઇ જશે. હવે અમારો પહેલો પ્રશ્ન છે કે અમે આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળીએ અને અમે ખાલી કરીને બીજે ક્યાં જઇએ. અમે નોટિસ મળતાં પોલીસ કમિશનર સાહેબને મળવા માટે 10:00 ના આવ્યા છીએ. પરંતુ અત્યાર સુધી અમે પોલીસ કમિશનરને મળી નથી શક્યાં. અમે મેડમને રજૂઆત કરી છે કે પીપલોદ પોલીસ સ્ટેશનમાં જે નવાં મકાનો બનાવામાં આવ્યા છે તે અમને ફાળવી આપો. પરંતુ અમને ચોખ્ખું કહેવામાં આવ્યું કે ત્યાં પણ તમને મકાન મળવાના નથી. તમે રેન્ટ પર ઘર શોધવાનું ચાલુ કરો. અમારા પરિવારની આર્થિક આવક ઓછી છે. અમને રેન્ટ ઉપર ઘર મળવાના નથી. વેઇટિંગમાં જે લોકો રૂમ જોઈએ એ લોકોને તમે રૂમ આપવા માટે તૈયાર છો. અને અહીં વર્ષોથી જે લોકો રહી રહ્યા છે તે લોકોને મકાન આપવા માટે તૈયાર નથી. અમારા પરિવારનું શું થશે?


Share

Related posts

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!