Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : આઇકોનિક વીક મહોત્સવના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આગેવાનીમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો.

Share

વિધાનસભાના મુખ્ય દંડક માનનીય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીની શૃખંલાના ભાગરુપે, આઈકોનિક વીક મહોત્સવ (૬-૧૨ જૂન, ૨૦૨૨) નિમિતે, ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ કલાકે નડિયાદના દેસાઈ શંકર કેન્દ્ર ખાતે ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે બેન્કો દ્વારા લોન વિતરણ કરવામાં આવ્યુ અને ભારત સરકારની વિવિધ યોજનાઓ બેન્કના માધ્યમ થી કઈ રીતે સરળતાથી લોકો સુધી પહોંચે એ બાબતે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય મેહમાન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ આઇકોનિક ઉજવણીના ભાગરૂપે આયોજિત ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમના આયોજન બદલ બેંક ઓફ બરોડાના આયોજકોને બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે જનધન યોજના, ક્રેડિટ કાર્ડ, DBT, વગેરેને લોકો સુધી પહોંચાડવામાં બેન્કની ભૂમિકા મહત્વની છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે આજે ભારતમાં ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જે દેશ માટે ગર્વની બાબત છે. વળી કેશલેશ ઈકોનોમી તરફ ઝડપથી ગતિ કરતા ખેડૂતોને કિશાન-સમ્માન નીધી અંતર્ગત મળવાપાત્ર રકમ સીધી જ ખાતામાં જમા થતી હોવાથી વચેટિયાઓ ઉપર અંકુશ આવ્યો છે. આ ઉપરાંત તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના, અટલ પેન્શન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના અને યુવાનો માટે પ્રધાન મંત્રી મુદ્રા યોજના વગેરેનો ઉલ્લેખ કરી તમામ લોકોને આ યોજનાઓનો લાભ લેવા તથા અન્ય લોકોને માહિતગાર કરવા અપીલ કરી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં વિવિધ બેંક દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલી લોનના સેન્ક્શન લેટ્ટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુ માહિતી માટે વિવિધ બેન્કો દ્વારા માહિતી સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, રવિ શંકર ઝોનલ હેડ BOI અમદાવાદ, જગદીશકુમાર પરમાર, ક્ષેત્રીય પ્રમુખ SBI RBO, નડીઆદ, કે.કે સિંહ, નેટવર્ક ડી.જી. એમ, અમદાવાદ ઝોન, અમિત સિંહા, ક્ષેત્રીય વ્યવસ્થાપક BOI, ખેડા, ભરતકુમાર એચ પરમાર, LDM ખેડા, BOB, પ્રાદેશિક કચેરી નડીઆદ વગેરે મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં વિવિધ બેંક ના કર્મચારીઓ, ગ્રાહકો અને યોજનાના લાભાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સરદાર સરોવર ડેમથી ૩૦ કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો.

ProudOfGujarat

ભરૂચમાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી લકઝરી બસોને નો-એન્ટ્રી.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!