Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી લકઝરી બસોને નો-એન્ટ્રી.

Share

ભરૂચ પોલીસ દ્વારા શહેરમાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખાનગી લકઝરીઓને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બનવા સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં કંપનીઓની શિફ્ટ બસોને લઈ ટ્રાફિકજામ અને અકસ્માતોની સમસ્યા જટિલ બની રહી છે. શહેરમાં ઝાડેશ્વર, એબીસી, શીતલ, કસક, શ્રવણ ચોકડી, શક્તિનાથ, તુલસીધામ, જ્યોતિનગર, કોલેજ રોડ ઉપર ખાનગી લકઝરી બસના કારણે ટ્રાફિક અવરોધાય રહ્યો છે અને શાળા, કોલેજોના વિધાર્થીઓ, અન્ય વાહન ચાલકો અને લોકો અટવાઈ છે. કંપનીની શિફ્ટ બસો વિવિધ પોઇન્ટ, સ્થળ, ચોકડી ઉપર કર્મચારીઓને લેવા મુકવા ઉભી રહેતી હોય જોતજોતામાં ટ્રાફિકજામ વિકરાળ બની જાય છે. આ લકઝરી બસો પેટ્રોપ પંપ ઉપર પણ ઇંધણ ભરાવવા ઉભી રહેતી હોય ટ્રાફિકજામ માટે નિમિત્ત બને છે. જ્યારે મુખ્ય માર્ગો ઉપર અને ચોકડીઓ સહિતના સ્થળે લકઝરી બસો ઉભી રાખતા કે પાર્ક કરાતા ટ્રાફિકને નડતર ઉભું થાય છે.

આ તમામ સ્થિતિને ધ્યાને લઇ સી ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી ખાનગી બસોને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દિધો છે. જો કોઈ લકઝરી આ પ્રતિબંધનો ભંગ કરતા પકડાશે કે વાહન જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી હાલતમાં ઝડપાયો તો તે લકઝરી બસ ડિટેઇન કરવામાં આવશે. સાથે આઈ.પી.સી. 283 મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક હાઇવા ટ્રકની અડફેટે બાઇક ચાલકનું કરૂણ મોત.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

તાપી જિલ્લામાં ચૂંટણી ટાંણે ભાજપે 3 સભ્યો સામે કરી કાર્યવાહી, જાણો શું છે મામલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!