Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૦૯૧ મિ.મિ.વરસાદ નોંધાયો.

Share

નર્મદા જિલ્લામાં તા.૨૨ મી જૂલાઇ, ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ સાગબારા તાલુકામાં-૦૬ મિ.મિ. અને સૌથી ઓછો નાંદોદ તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત તિલકવાડા તાલુકામાં-૦૩ અને દેડીયાપાડા તાલુકમાં-૦૨ મિ.મિ વરસાદ નોંધાયો છે જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો નથી. ઉપરાંત નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૦૯૧ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૭૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યોં છે. જ્યારે તિલકવાડા તાલુકો -૧૧૪૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૧૦૭૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો- ૯૩૩ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૯૩૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૨.૯૨ મીટર, કરજણ ડેમ-૧૦૬.૨૧ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૩ મીટર અને નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૮૯ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share

Related posts

‘શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે

ProudOfGujarat

અંકલેશ્વર : એસ.વી.ઇ.એમ. સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આઠમી અજાયબીમાં થયો સમાવેશ : વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ટવીટ કરી આપી જાણકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!