Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ત્રણ અજાણ્યા શખ્સોએ પૈસા જમા કરાવી રહેલા વ્યક્તિ પાસેથી લુંટી લીધા લાખો રૂપિયા.

Share

શહેરમાં અવારનવાર અનેક લુંટના બનાવો સામે આવતા રહે છે. ત્યારે શહેરના સચિન GIDC વિસ્તારમાં ATM માં લુંટનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર લુંટનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. હાલમાં તો આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં ATM માં લુંટનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ત્રણ ઈસમો ATM ની અંદર આવે છે ATM માં રૂપિયા નાખી રહેલ યુવક પાસેથી લાખો રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ જાય છે.

વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, ત્રણ ઈસમો પૈકી એક ઇસમ છરો બતાવીને લુંટ ચલાવી રહ્યો છે અને ATM માં રૂપિયા નાખતા યુવકની પાસે રહેલ બેગ, રૂપિયા અને મોબાઈલ ફોન લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. હાલમાં તો આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઈ છે અને સમગ્ર મામલે સચિન GIDC પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રા. જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

લાબા સમયથી ગેરહાજર રહેતા રાજ્ય અનામત પોલીસ દળના જવાન વિરુધ પોલીસ મથકે ફરીયાદ

ProudOfGujarat

ભરૂચ જિ. પં.ની સામાન્ય સભા : ૨૧૨ કરોડથી વધુના ૧૮૫ રોડ-રસ્તાના કામોને બહાલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!