Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

લોઢવાડ ટેકરા દાંડિયા બજાર વિસ્તાર માંથી વર્લી મટકાનો જુગાર રમાડતા ૨ જુગારીયા ઝડપાયા ….

Share

દિનેશભાઇ અડવાણી

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તત્રં દ્વારા દારૂ જુગારની બદી સામે લાલઆંખ કરવામાં આવી રહી છે.ભરૂચ નગરના દાંડિયા બજાર લોઢવાડ ટેકરા વિસ્તારમાં ખુલ્લામાં વર્લી મટકાનો જુગાર રમાડતા ૨ જુગારીયાઓને LCB ભરૂચે ઝડપી પાડ્યા હતા .આ અંગેની વિગત જોતા દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં ખુલ્લામાં વર્લી મટકાની પાવતી બનાવતા રોહિત રવજી વાઘેલા રહેવાસી લોઢવાડનો ટેકરો અને ઈમ્તિયાઝ એહમદ ગુલામ કાદર તોલાટ રહેવાસી હબીબ પાર્ક ને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા .તેમની અંગઝડતી માંથી રોકડા રૂપિયા ૧૩૬૭૦ અને અન્ય ચીજવસ્તુઓ મળી ૧૪૬૭૦ ની મત્તા પોલીસે ઝડપી પાડી હતી.બનાવની તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat

ભરૂચના કતોપોર બજાર યુનાઈટેડ મર્ચન્ટ એસોસીએશનના વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજુવાત… જાણો શુ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!