Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભાટવાડ ખાતેથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

Share

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ રોડ ભાટવાડ ખાતેથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખસને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસ.ઓ.જી ની ટીમ ગઈકાલે ચાર્ટર મુજબની કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ છે એક શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ હોય જે જગ્યાએ પોલીસે રેડ પાડતા મોહમ્મદ સોયેબ અબ્દુલ ગની શેખ ફ્લેટ નંબર ૩૦૯ જુનેદ કોમ્પ્લેક્સ ભાટવાડ ગુજરાત હાઉસિંગ રોડ અંકલેશ્વર ખાતેથી આરોપી સાથે ૧૦ કિલો ૧૦૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ કિંમત રૂ. 1,06,360 ના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલ છે આરોપીને એનડીપીએસ એક્ટ મુજબ અને આગળની તપાસ અર્થે અંકલેશ્વર ખાતે મોકલી આપેલ છે

Advertisement

Share

Related posts

માંગરોળમાં માલધારી હિત રક્ષક સમિતિએ સુરતના વેડ ડભોલીમાં માલધારીઓના તબેલા તોડી પાડવાના વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં મુખ્ય માર્ગો પર રાત્રી સફાઈ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!