Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો.

Share

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો, દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી.

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવારના પવિત્ર દિન નિમિતે દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિન નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળી)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં મારૃતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઠેરઠેર જોવા મળતો થાગડ થીંગડ વાળો ધૂળિયો વિકાસ…

ProudOfGujarat

ગોધરાના સાંસદ પ્રભાતસિંહના પુત્ર  પ્રવિણસિંહ ચૌહાણનો નશ્વરદેહ પંચમહાભુતમાંં વિલીન.

ProudOfGujarat

વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર કે.એમ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!