Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : હથીપુરા ગામનાં ખેતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

નડિયાદ તાલુકાના સલુણવાટા તાબેના હથીપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોને વહેલી સવારે જાણ થતાં અહીંયા ટોળેટોળા વળી ગયા હતા. જોકે, મરણજનાર યુવાન ગામનો જ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મરનારની ઓળખ છતી કરી હતી. જેમાં આ મરણ જનાર યુવાન રાજુભાઈ રઇજીભાઈ ગોહિલ રહે. હથીપુરા, નડિયાદ હોવાનું જાણવા મળ્યું છે

મરણ જનાર યુવાનને શરીરે મુઢ મારમારી હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પંચકેસ કરી મૃતદેહને કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે જેમાં પોલીસે કેટલાક શકમંદોને રાઉન્ડઅપ કરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મરણ જનાર યુવાન પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. આ બનાવમાં પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ડોગ સ્કોડ અને એફ એસ એલની મદદ લીધી છે. આ મરણજનાર યુવાન રાત્રે કઈ રીતે અહીયા આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપલા કરજણ નદી કિનારે માછલી પકડવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત.

ProudOfGujarat

એક્શન સુપરસ્ટાર ટાઇગર શ્રોફ એક નવા રોમાંચક સહયોગમાં ક્રાફ્ટનના BGMI સાથે રમતના ચહેરા તરીકે જોડાયા છે.

ProudOfGujarat

ભરૂચ એમિટી સ્કુલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!