Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : 30 ગુજરાત એનસીસી બટાલીયન દ્વારા યોગ દિવસની ઉજવણી.

Share

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સમાવેશ થતી કોલેજના 2190 જેટલા કેડેટએ યોગ દિવસમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરા, સીમલિયા, દાહોદ, લીમખેડા લુણાવાડા, સંતરામપુર વગેરે જગ્યાએ એનસીસી કેડેટ યોગ દિવસની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 30 ગુજરાત બટાલિયન એનસીસી ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ કિરીટ નાયર, સૂબેદાર મેજર લક્ષ્મણસિંહ અને એનસીસી ના પી.આઈ સ્ટાફ સહિત એનસીસી કેડેટ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

ProudOfGujarat

ભરૂચનાં નવચોકી વિસ્તારમાં ઉભરાતી ગટરની કામગીરી કરવા રહીશોની માંગ.

ProudOfGujarat

ગોધરા નશાબંધી અને આબકારી વિભાગના સયુકત ઉપક્રમે ગોધરા શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નાશમુકત ભારત વિષય પર વકૃતત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!