Proud of Gujarat
GujaratFeaturedINDIA

કારનો કાચ સાફ કરતો બાળક FASTag સાથે ચેડાં કરતો વિડિઓ પાછળની હકીકત જાણો.

Share

સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક સ્માર્ટ વોચ પહેરીને કારની વિન્ડસ્ક્રીન સાફ કરતી વખતે PayTM FASTag માંથી પૈસા ઉપાડી રહ્યો છે. વાયરલ વીડિયોની જો વાત કરવામાં આવે તો વિડિયોમાં એક બાળક એપલ વોચ પહેરીને કારની બારી સાફ કરતો અને વિન્ડસ્ક્રીન પરના FAS Tag સ્ટીકરની સામે ઘડિયાળને ખસેડતો દેખાય છે જે લાગે છે કે તે તેની ઘડિયાળ વડે સ્ટીકરને સ્કેન કરી રહ્યો છે અને ખાતામાંથી પૈસા કાઢી રહ્યો છે.

જોકે, વિડીયો વાઇરલ થયા બાદ FASTag એ આવા કોઈ કૌભાંડની શક્યતાને નકારી કાઢી છે કારણ કે FASTag ટ્રાન્ઝેક્શન ફક્ત નોંધાયેલા વેપારીઓ દ્વારા જ શરૂ કરી શકાય છે, એટલે કે ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટરો તેમના સંબંધિત જિયો સ્થાનોથી આગળ જણાવે છે કે કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહારો શરૂ કરી શકશે નહીં અને તે સંપૂર્ણપણે સલામત છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બુટલેગરોથી રક્ષણ મેળવવા માટે ભરૂચ જિલ્લા પોલીસવડાને માંગ કરતા રહેવાસીઓ.

ProudOfGujarat

મહારાષ્ટ્ર : અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની કરી જાહેરાત

ProudOfGujarat

શહેરાના ગ્રામીણ પંથકમા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!