Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ખાતે તા.૨૬ મી એ મુખ્યમંત્રી દ્વારા વીજ કંપનીના સબસ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કરાશે.

Share

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે તા.૨૬ મીએ ઝઘડિયા નગરમાં ઉપસ્થિત રહેશે. ઝઘડિયા ખાતે મિશન સ્કૂલની સામે આવેલા વિશાળ મેદાનમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટીસંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ અંતર્ગત ઝઘડિયા તાલુકાના ૬૬ કેવી વણાકપોર સબ સ્ટેશન સહિત અન્ય ત્રણ સબ સ્ટેશનોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઇ લોકાર્પણ કરશે. તેમજ વાલિયા તાલુકાના કોંઢ ગામના સબ સ્ટેશનનું ઇ ભૂમિપૂજન કરાશે.

સદર કાર્યક્રમને લઇને ઝઘડિયા ગામે મિશન સ્કૂલના મેદાનમાં તાડામાર તૈયારીઓ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા સહિત રાજ્ય સરકારના મંત્રીઓ પૂર્ણેશભાઇ મોદી, કનુભાઇ દેસાઈ તથા મુકેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપા અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના કોટપારસી વિસ્તારમાં આર. એસ. દલાલ હાઇસ્કુલ પાછળ ના માર્ગને ખુલ્લો કરવા કલેકટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

ડેડીયાપાડામાં ખેડૂતોને 6 કલાક જ વિજળી અપાતા સાગબારા કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

વડોદરામાં ટુ-વ્હીલરમાં વિદેશી દારૂની હેરાફેરીનો વીડિયો વાઇરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!