Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત..!!

Share

ભરૂચ સ્ટેશન રોડ વિસ્તારમાં આજે ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરેલ સૈન્ય ભરતી માટેની અગ્નિપથ યોજનાના વિરોધ રેલી યોજી હાથમાં બેનરો અને પોસ્ટરો લઇ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આ યોજના પરત ખેંચવાની માંગ કરી હતી.

ભરૂચના સ્ટેશન સર્કલ વિસ્તારમાં નીકળેલ રેલીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે એક સમયે ઘર્ષણ જેવું સ્થિતિનું સર્જન થયું હતું, જોકે બાદમાં પોલીસે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, યુવા અગ્રણી નેતા શેરખાન પઠાણ સહિત ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી તમામને શહેર એ ડીવીઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં જંગલ જમીન પર દબાણ-ખેડાણનો વિરોધ

ProudOfGujarat

દાહોદનાં એમ.જી. રોડ ખાતે એક સાથે ત્રણ દુકાનોના તાળા તુટતાં ખળભળાટ.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સુરક્ષા સેતુ રથનું માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!