Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર પાર્ક કરાતા વાહનોને લીધે સર્જાતી ટ્રાફિકની સમસ્યા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર આડેધડ મોટા વાહનો કતારબંધ ઉભા રખાતા હોઇ ટ્રાફિક સમસ્યા પેદા થતી દેખાય છે.

મળતી વિગતો મુજબ વાહનો પાર્ક કરવા જીઆઇડીસીમાં પાર્કિંગ સ્થળ બનાવાયેલ છે, છતાં કેટલીક કંપનીઓ આગળ જાહેર માર્ગ પર આડેધડ રીતે લાઇનબંધ ઉભા રખાતા વાહનોને લઇને સર્જાઇ રહેલી ટ્રાફિક સમસ્યા કેમ તંત્રને ધ્યાને નથી આવતી? જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર કતારબંધ ઉભા રહેતા હેવી વાહનો અન્ય વાહનો માટે તકલીફનું કારણ બનતા હોવા છતાં જવાબદાર તંત્ર કેમ આવા વાહનો તેમજ આ વાહનો આધારિત કંપનીઓ પર કોઇ કાર્યવાહી નથી કરતુ? જીઆઇડીસીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સ્ટેશન છે, ઉપરાંત નોટીફાઇ એરિયા કચેરી તેમજ જીઆઇડીસી એસોસિયેશને પણ આવી બધી બાબતો માટે પોતાની ફરજ બજાવવા આગળ આવવાનું હોય તેને બદલે તંત્ર આવી બાબતો પ્રત્યે આંખ મિચામણા કરે ત્યારે તંત્રની કામગીરી પણ શંકાના દાયરામાં આવી શકે. અને જવાબદાર તંત્ર જ જો આવી જાહેર અહિત કરતી બાબતો છાવરતુ હોય તો વાડ જ ચિભડા ગળતી હોવા જેવો ઘાટ ગણાય ! અને આ બાબતે ફરિયાદ કોને કરવી એ વાતે પણ સવાલ ઉભા થાય !

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચનાં બજારોમાં ગલગોટાનાં ભાવ આસમાને જાણે ગલગોટાનાં ડુંગર ખડકાયા….

ProudOfGujarat

આમલખાડી ના વારંવાર ના ઓવરફલો ને કારણે થતા નુકસાન ના ઉકેલ મુદ્દે તંત્ર ની બેઠક યોજાઇ. પીરામણ ગામ થી ધન્તુરિયા ગામ સુધી માપણી કરી દબાણો દૂર કરી ખાડી ઊંડી અને રબર પીચિંગ કરવાનો લેવાયેલો નિર્ણય.

ProudOfGujarat

રાજપીપળા મા આવેલ ક્લેક્ટર કચેરી શિવાજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108 માં 56 વર્ષ ના પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!