Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કન્યા છાત્રાલયમાં ડમ્પર ઘુસાડી દેતા મોટી દુર્ઘટના ટળી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર બેફામ દોડતા હાઈવા ટ્રક ડમ્પરે કન્યા છાત્રાલયની કંમ્પાઉન્ડ વોલ તોડી નાખી હતી પરંતુ આ ઘટનામાં સદ નસીબે મોટી જાનહાની ટળી હતી.

વાંકલ ગામે મુખ્ય માર્ગ પર કાર્યરત ગ્રામસેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતે આ ઘટના બની છે. વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ પર બેફામ દોડતા હાઈવા ટ્રક ડમરો અંગે વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે. પરંતુ યોગ્ય પ્રકારની કાર્યવાહી નહીં થતા અકસ્માતના બનાવો બની રહ્યા છે. બપોરના સમયે ટ્રક ચાલકે પોતાનું વાહન બેફામ હંકારી માર્ગ પરનું ડિવાઇડર તોડી નાખ્યું હતું અને ત્યારબાદ આ ટ્રક કન્યા છાત્રાલયની કંમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા કંપાઉન્ડવોલ તૂટી ગઈ હતી આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ અભ્યાસ વર્ગમાં હોવાથી બચાવ થયો હતો તેમજ ટ્રકના ચાલકનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. વાહન અને કંમ્પાઉન્ડ વોલ બંનેને નુકસાન થયું છે. આ ઘટનાની જાણ વાંકલ ગ્રામ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ચૌધરી દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરી સર્જાઈ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ની બિલ્ડ વેલ એન્જિનિયર્સ માં ૫.૧૦ લાખની ચોરી, ગવર્મેન્ટ કન્ટ્રક્શનનું કામ કરતી કંપનીમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!