Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ ડેરી રોડ પર વીજકાપથી પરેશાન રહીશોએ MGVCL ને આવેદન પાઠવ્યુ.

Share

આ વિસ્તારના રહીશો એ જણાવ્યું હતું કે ડેરી રોડ, પટેલ બેકરી રોડ તથા આઈ જી માર્ગ પર રહેતા રહીશોને લાંબા સમયથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા વિસ્તારમાં શિયાળો ઉનાળાની ધકધકતી ગરમી હોય અથવા ચોમાસામાં ફક્તને ફક્ત અમારા વિસ્તારમાં વારંવાર વીજળી જતી રહે છે બીજા કોઈ વિસ્તારમાં અમારા જેટલી સમસ્યા નથી તો અમને જ કેમ આટલો ત્રાસ આપો છો. અમારી આ વિજકાપની સમસ્યાનો ઉકેલ લાવો
તે બાબતની નોંધ લેવા અમારું આવેદનપત્ર છે, આ સમસ્યાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને રોષે ભરાયેલ છે.

બીજી સમસ્યા એ છે કે તમારા કર્મચારીઓ ટેલિફોનિક ફરિયાદ કરવા જ્યારે ફોન(02682554002) કરીયે તો તે રીસીવર સાઇડમાં મૂકી દે અને યોગ્ય જવાબ આપતા નથી, ફરજ ભૂલી ફક્ત મસમોટા પગાર ખાય છે. નડિયાદ પશ્ચિમ ડિવિઝનના કર્મચારીઓને પ્રજાની પડી નથી. તેઓ ફક્ત શુક્રવારે સમારકામ રૂપી નાટક કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે, જો ખરેખર સમારકામ કરતા હોત તો સામાન્ય પવન ફૂંકાતા તમારું વરસાદી સીઝન સામેના આયોજનનું સુરસુરીયું ના થઇ જાત અને પ્રજાને 2-3 કલાકની હાલાકીનો સામનો ના કરવો પડત.

અમારા મુદ્દા આ આવેદન પત્ર સાથે અમે લખીને આપી રહ્યા છે જેની ઉપર તાત્કાલિક અમલ કરવામાં આવે
1. જ્યારે પણ લાઈટ જાય છે ત્યારે ફોન કોઈ ઊપડતું જ નથી. અમારી માંગણી છે કે બીજી હેલ્પ લાઈન શરૂ કરો જેથી કરીને પ્રજાને સરખો જવાબ મળે.
2. વારંવાર આટલી બધી વાર લાઈટ જાય છે તો એનું નિરાકરણ ક્યાં સુધીમાં લાવશો?
૩. જો તમે એમ કહેતા હોય કે ઓવરલોડનો પ્રોબ્લેમ છે…તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જીઇબી શું કરી રહી છે?
4. દર શુક્રવારે તમે સમારકામ કરો છો…તો એમાં તમે કરો છો શું?
5. ચોમાસાની ઋતુમાં અવારનવર ઝાડ પડી જાય છે અને લાઈટ જતી રહે છે… એ બાબતે તમે લોકો શું કર્યા કરો છો?
6. નવું સબ સ્ટેશન માટે જો જગ્યા ફાળવી હોય તો એ જગ્યા ક્યાં છે અને કેટલા સમયમાં એ કામ પૂરું કરવામાં આવશે?
7. અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની વાત કરો છો તો એ કામ ક્યારે શરૂ કરશો અને ક્યારે પૂરું કરશો?

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વિધવા બહેનોને પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક આર. દરજી દ્વારા જાતિય સતામણી અંતર્ગત, અપની બેટી અપના કર્તવ્ય વિષય પર ઓનલાઇન વેબિનાર યોજાયો…

ProudOfGujarat

વલસાડ જીલ્લા ટ્રાફિક પીએસઆઈ અને લોક ચાહના સાથે પોતાની ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવતા પીએસઆઈ જે.આઈ.પરમાર જાણૌ વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!