Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 6 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Share

ઉત્તરખંડના અકસ્માતમાં ગોઝારી બસ દુર્ઘટના બની હતી. જેમાં 7 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા 7 માંથી 6 ના મૃતદેહ અમદાવાદ ઉત્તરખંડથી લવાયા બાદ વતન લઈ જવામાં આવ્યા છે. રોડ માર્ગે તેમના વતન સુધી લઈ જવાયા છે. અંતિમ વિધી આજે કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના થઈ હતી જેમાં બસ ખીણમાં ખાબકતા કરણસિંહ, અનિરુદ્ધ જોષી, દક્ષા મહેતા, ગણપત મહેતા, રાજેશ મેર અને ગીગાભાઈ ભમ્મરના મૃત્યું થયા હતા. મૃતકોના મૃતદેહો રોડ માર્ગે તેમના વતન સુધી લઈ જવાયા છે. અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં વતન ભાવનગર અને પાલિતાણામાં લોકો ભાવુક જોવા મળ્યા હતા.

Advertisement

મૃતક મીના ઉપાધ્યાયની અંતિમ વિધી તેના પરીવારે ઉત્તરાખંડમાં કરી છે. જેઓ ભાવનગર જિલ્લાના મહુવા, પાલીતાણા અને તડાજાના રહેવાસી છે. ચારધામની યાત્રાએ ગયેલા ભાવનગરના પ્રવાસીઓની બસ ઉત્તરાખંડમાં 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી જેમાં 7 ના મોત તો 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બસમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોનું કહેવું છે તે. ગંગોત્રીથી દર્શન કરીને રીટર્ન આવતા હતા. બસ સ્પીડમાં હતી અને ટર્નિંગ ડ્રાઈવરથી કાબુમાં નહોતો. બસ ખીણમાં ખાબકી હતી. યાત્રીઓ જેઓ અમને જોઈ જતા તેઓએ ઈજાગ્રસ્ત બધાને બહાર કાઢ્યા હતા. ઉત્તરાખંડથી પાર્થિવ દેહ વતનમાં લાવવામાં આવ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં લોકોમાં ગમગીની જોવા મળી રહી છે.


Share

Related posts

આચારસંહિતા લાગુ છે ત્યારે રાજપીપળાનાં કેટલાક વિસ્તારોમાં પક્ષના ઝંડા તોરણીયા : આચારસંહિતાને ઘોળી પી ગયા ???

ProudOfGujarat

બુટલેગરોની પસંદ પાનોલી – નશાના વેપલાનું હબ બન્યું અંકલેશ્વર..? પહેલા ડ્રગ્સ, પછી શરાબના ગોડાઉનો અને હવે પાનોલીમાં ફિલ્મી સ્ટોરીની જેમ દારૂનું કટિંગ થતું સામે આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વરની યુવતી ઝેબા એ ગણિત વિષય માં P.H.D થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!