Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા નજીક ધોરીમાર્ગ પરના અકસ્માતમાં ટ્રકની નીચે ગાય ફસાઇ.

Share

આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક ધોરીમાર્ગ પરથી પસાર થતી એક ટ્રક નીચે એક ગાય ફસાઇ જવા પામી હતી. ત્યારબાદ બપોરના બે વાગ્યાના અરસામાં ટ્રક નીચે ફસાયેલી ગાયને કાઢવા હાઇડ્રા અને જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રકને મશીનથી ઉંચકીને ગાયને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલી ગાયને જેસીબીના પાવડામાં નાંખીને પશુપાલકના ઘરે રાણીપુરા ગામ ખાતે લઇ જવામાં આવી હતી. આ લખાય છે ત્યારે ગંભીર રીતે ઘવાયેલી ગાય જીવીત છે, પરંતું ગાય ગંભીર રીતે જખ્મી થયેલ હોઇ ઉભા થઇ શકવાની સ્થિતિમાં નથી એમ પણ જાણવા મળ્યુ છે. આ ઘટનામાં હજુ પોલીસ ફરિયાદ નથી થઇ પરંતું પશુ માલિક દ્વારા પોલીસ ફરોયાદ લખાવવામાં આવનાર હોવાનું લોકચર્ચા દ્વારા જાણવા મળ્યુ હતું. આ ઘટનાને પગલે તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની પરંપરા યથાવત રહેવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ટોક્યો ઓલિમ્પિક: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ: રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન

ProudOfGujarat

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

ProudOfGujarat

ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ઘરમાં દેહ વેપલો ચલાવતા માતા-પુત્ર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!