Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરની આંગણવાડીઓમાં પોષણ સુધા યોજનાનો પ્રારંભ કરાયો.

Share

18 જૂને ગુજરાત પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારની “પોષણ સુધા યોજના” ને વધુ વિસ્તારોમાં વિસ્તારવાનો અભિગમ અપનાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓને પોષણના લાભો આપવાનો છે. આ યોજના પ્રાયોગિક ધોરણે 2017-18 માં શરૂ કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં નોંધાયેલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ યોજના હેઠળ આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને એક સમયના ભોજન સાથે આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પહેલા ફકત કવાંટ તાલુકામાં જ કાર્યરત પોષણ સુધા યોજના હવે ધીરે ધીરે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શરૂ થઈ રહી છે. આજથી છોટાઉદેપુર નગરની આંગણવાડીઓમાં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

તા.11-8-2020 થી માસ્ક ન પહેરનારને રૂ.1000 નો દંડ ભરવો પડશે.

ProudOfGujarat

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાનાકા ખાતે શ્રી મણિ ગોવિંદજી ભૂખ્યાને ભોજન સંસ્થાન દ્વારા સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!