Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે ગતરોજ તા.૧૯ મીએ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં શાળાના ધોરણ છ સાત અને આઠના બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેવી કે સાયકલનું પંકચર બનાવવું, પ્રેસર કુકરનો ઉપયોગ કરવો, કેશ ગુંથણ, કાગળમાંથી વિવિધ ડિઝાઈન બનાવવી જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ સોલંકી સહિત અન્ય શિક્ષકો શારદાબેન સોલંકી, વિમળાબેન પટેલ, હેમંતભાઇ ચૌહાણ, બિપિનભાઇ પટેલ, પ્રિયંકાબેન પટેલ, ઝુલિયાબેન વસાવા દ્વારા બાળકોને બાળમેળા વિષે જરુરી સલાહ સુચનો આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં ધાડપાડી તરખાટ મચાવનાર ધાડ-પાડું ગેંગને ઝડપી પાડતી ભરુચ પોલીસ .

ProudOfGujarat

ઝઘડિયાનાં રાણીપુરા ગામની કેજીબીવી શાળાનું ગૌરવ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બકરા ચોરી પલાયન થયેલ ગેંગના બે આરોપીઓને અમદાવાદના વટવા ખાતેથી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!