Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજના લખીગામની રોહા ડાઇકેમ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

દહેજના લખીગામ ખાતે સેઝ-2 માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં મંગળવારે રાત્રે કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. દહેજ પાસે આવેલાં લખીગામ ખાતે સેઝ-2 માં આવેલી ડાઇકેમ કંપનીમાં મોડીરાત્રે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુને વધુ પ્રસરતાં કંપનીના એકભાગને આગે ઝપેટમાં લઇ લીધી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી.

ઘટનાની જાણ આસપાસની કંપનીઓને થતાં ડીસીએમ, સેઝ 1-2, આરતી ઇન્ડસ્ટ્રીઝ, સ્ટર્લિંગ ઓક્ઝિલરીઝ કંપનીના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે પાણી-ફર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ લખાય છે ત્યાં સુધી આગ કાબુમાં આવી ન હતી.

Advertisement

ઘટના સ્થળે પહોંચેલાં દહેજ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. એલ. ખટાણા તેમજ તેમની ટીમે પણ આપાતકાલિન કામગીરીમાં જોતરાયાં હતાં. આગ હજી ચાલુ હોવાને કારણે તેમાં કોઇ જાનહાની થઇ છે કે કેમ, તેમજ કયાં કારણોસર આગ લાગી છે તે સહિતનો કોઇ વિગતો બહાર આવી ન હતી.


Share

Related posts

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

ભરૂચમાં ભાજપની “સેન્સ” પ્રક્રિયા શરૂ: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ

ProudOfGujarat

નડિયાદમાં શિવરાત્રીએ મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!