Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા આશીર્વાદરૂપ : માંગરોળ, ઉમરપાડા અને માંડવીના અંતરિયાળ વિસ્તારોમાં 14 રૂટ પર બસ સેવા શરૂ : 929 વિદ્યાર્થીઓને સીધો લાભ

Share

 

વાંકલ : સુરત જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના’ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાના જનજાતિ વિસ્તારોમાં યોજનાના ભાગરૂપે 14 રૂટ પર નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ હાલમાં 929 વિદ્યાર્થીઓ શાળા-કોલેજે આવવા-જવા માટે લઈ રહ્યા છે.

Advertisement

અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરથી શાળા-કોલેજ સુધી સુરક્ષિત અને સમયસર પરિવહન સુવિધા મળતા શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક અસર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કન્યા કેળવણીને વેગ મળવાની સાથે વિદ્યાર્થીઓનો શાળા છોડવાનો દર (ડ્રોપઆઉટ રેટ) ઘટાડવામાં પણ આ સેવા ઉપયોગી બની શકે છે.

આ યોજના હેઠળ બસોના સંચાલન પર નજર રાખવા માટે GPS મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, વિદ્યાર્થીઓની વિગતો વેબ પોર્ટલ પર અપડેટ કરવાની પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવી છે.

અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની અછતને કારણે શિક્ષણથી વંચિત રહેતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસ સેવા એક મહત્વપૂર્ણ સુવિધા બની છે. હવે આ સેવા નિયમિત અને અસરકારક રીતે ચાલુ રહે તે પણ એટલું જ જરૂરી છે, જેથી વધુમાં વધુ જનજાતિ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.


Share

Related posts

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવા સાત વાહનોનો ઉમેરો થતા અગ્નિશમન ક્ષમતામાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.

ProudOfGujarat

જાણો ભરૂચ જીલ્લા માં ક્યાં હાઇવા ટ્રક ઉંચુ થઇ ગયું..!!!

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 152 મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!