Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચકલાદ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત : રાત્રિના અકસ્માત બાદ વાહનચાલક ફરાર : આમોદ પોલીસે મૃતકની ઓળખ અને વાલીવારસની શોધખોળ હાથ ધરી

Share

 

ભરૂચ :

Advertisement

આમોદ તાલુકાના ચકલાદ ગામના પાટિયા નજીક રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ જતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તથા વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચકલાદ પાટિયા નજીક રાત્રિના સમયે એક આધેડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે આધેડને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ ચકલાદ ગામના સરપંચ હિરલકુમાર અરવિંદ પઢિયાર દ્વારા આમોદ પોલીસને કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને વધુ વ્યવસ્થા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ અને તેમના વાલીવારસને શોધવા માટે આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધવા માટે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.


Share

Related posts

સોનાની કિંમતમાં ફરી નોંધાયો ઘટાડો, જાણો કેટલુ સસ્તું થયું સોના- ચાંદી

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નેત્રંગમાં ૪, વાલિયામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!