Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નેત્રંગમાં ૪, વાલિયામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો 

Share

સમગ્ર જિલ્લામાં મેઘરાજાની હાજરી નોંધાઈ : સૌથી ઓછો જંબુસર-વાગરામાં ૫-૫ મીમી વરસાદ થયો
ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ ગુરૂવારે પણ હાજરી નોંધાવી હતી. વહેલી સવારથી જ ઝરમર વરસાદ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6થી આજના સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં નેત્રંગમાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો.જયારે વાલિયામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં તમામ તાલુકામાં હાજરી આપી હતી. જોકે, માત્ર આમોદ અને જંબુસર તથા વાગરામાં માત્ર ૫થી ૭ મીમી વરસાદ વરસ્યો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં શ્રાવણના સરવૈયાનો અનુભવ થઈ રહ્યો છે. આખા દિવસ દરમિયાન વરસાદ થોડા-થોડા સમયાંતરે એક ઝાપટારૂપે પડી રહ્યો હતો. જેના કારણે લોકો અટવાઈ રહ્યાં હતાં. કેટલાંય લોકો માટે દિવસબર રમુજી સ્થિતી સજાઈ હતી. તેઓ રેઈનકોટ પહેરીને નિકળે તો વરસાદ બંધ થઈ જાય અને રેઈન કોટ ન પહેરે તો અચાનક આકાશમાંથી વરસાદી ઝાપટા પડે. માત્ર બેથી ત્રણ મિનીટ સુધી જ વરસાદ વરસી જતો રહેવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. અચાનક વરસાદ વરસે એટલે લોકો આડસ મેળવવા વૃક્ષો નીચે કે કોઈ દુકાન પાસે ઉભા થઈ જતાં હતાં. દિવસભર આકાશમાં વાદળોની હાજરીને કારણે સુરજદાદાએ પણ દર્શન દીધાં ન હતાં. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ નેત્રંગમાં ૧૦૧ મીમી એટલે કે ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વાલિયામાં પણ ૪૨ મીમી એટલે કે અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આઆગમી ૫ પૈકી બે દિવસ કોરા રહેવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પૈકી બે દિવસ કોરા રહે તેવીશક્યતાઓ છે. જોકે, અન્ય દિવસોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શકયતાઓ છે. કેટલાંક સ્થળે ભારે વરસાદની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેના કારણે હાલમાં કોઈ આપત્તિજનક સ્થિતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share

Related posts

વાપી જીઆઇડીસીની ખાનગી કંપનીની જમીનમાં દાટી દેવાયેલો એક્સપાઈરી ડેટનો મેડિકલનો જથ્થો મળી આવ્યો.

ProudOfGujarat

રાજકોટના કોટડાસાંગાણી ખાતે મિલેટ મેળો યોજાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 7 સ્થળેથી સિરપનો જથ્થો પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!