Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

13 વર્ષથી લૂંટ વિથ મર્ડરના ગુનામાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપાયો : ભરૂચ પોલીસની મોટી સફળતાઃ ટોપ-10માં સામેલ સંતોષ પ્રસાદને પેરોલ ફર્લો સ્ક્વોડે માનવ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડ્યો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લામાં નોંધાયેલા લૂંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા અને ટોપ-10 મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પોલીસે બિહારના ગોપાલગંજ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પેરોલ ફર્લો, ફરાર અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઈ આર.એસ. ચાવડા તથા તેમની ટીમે કામગીરી હાથ ધરી હતી.

દરમિયાન ભરૂચ જિલ્લાના મોસ્ટ વોન્ટેડ ટોપ-10 આરોપીઓની યાદીમાં સામેલ વાગરા પોલીસ સ્ટેશનના ગુના નં. I-10/2013માં IPCની કલમ 302, 394, 201 અને 120(બી) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સંતોષ પ્રસાદ બુધનપ્રસાદ રહે. લાંમીચોર, થાણા નગતોલી, તા. ભોરે, જિ. ગોપાલગંજ (બિહાર) અંગે માનવ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવવામાં આવી હતી.

આ આધારે પોલીસે બિહારના લાંમીચોર વિસ્તારમાં તપાસ હાથ ધરી આરોપી સંતોષ પ્રસાદને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને ગોપાલગંજની ન્યાયિક કોર્ટમાં રજૂ કરી બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આરોપીને વધુ તપાસ માટે વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


Share

Related posts

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

નડિયાદની હરિપાક સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો દાગીના લઈ ફરાર

ProudOfGujarat

ગંભીર અકસ્માત : સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10 નાં મોત : CM એ ટવીટ કરી શ્રધ્ધાંજલી અર્પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!