Proud of Gujarat
FeaturedGujaratINDIA

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ

Share

વડોદરા ડેરીના નવા પ્રમુખ સતીષ પટેલને બનાવવામાં આવ્યા છે જ્યારે જીબી સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ગત 26 જૂનના રોજ ચૂંટણી યોજાવાની હતી પરંતુ ચૂંટણી અધિકારીની ગેરહાજરીના કારણે એ સમયે ચૂંટણી થઈ શકી નહોતી ત્યારે આજે બન્નેની વરણી કરવામાં આવી છે.

વડોદરા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે. અગાઉ વડોદરા ડેરી મામલે ધારાસભ્યો અને ડેરીના સંચાલકો સામ સામે આવી ગયા હતા ત્યારે વડોદરા ડેરી મામલે વિવાદ પણ ઉભો થયો હતો અને અગાઉ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક પણ પસંદગીના નામો ઉતારવા માટે થઈ હતી. ત્યારે આખરે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી હતી.

Advertisement

વડોદરા ડેરીના નવા પ્રમુખ સતીષ પટેલને બનાવવામાં આવ્યા છે જ્યારે જીબી સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન પ્રમુખે કહ્યું હતું કે, પશુપાલકોના હિતમાં કાર્ય કરીશું. આ સાથે એ પણ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના વિરોધની વાત નહોતી. બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ બરોડા ડેરીનું કોકડું ઘણા સમય બાદ હવે ઉકેલાયું છે.


Share

Related posts

વડોદરા : કરજણ સ્થિત એચ.સી.પટેલ આર્ટસ-કોમર્સ કોલેજ તરફ જતો માર્ગ બિસ્માર બનતા વિદ્યાર્થીઓને મુશ્કેલી…

ProudOfGujarat

દિલ્હીના જેએનયુમાં બનેલી ધટનાના પડઘા હવે ભરૂચમાં પણ પડી રહ્યા છે.

ProudOfGujarat

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!