Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના પોસ્ટ માસ્ટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ વસાવાની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હતા અને આ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, તેમજ પોસ્ટ વિભાગની વિવિધ સ્કીમોને લોકો સુધી પહોંચાડવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી અભિનંદન આપ્યા હતા જ્યારે તેમના સ્થાને નવા પોસ્ટ માસ્ટર તરીકે આવેલા આશાબેન ચૌધરીનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન બી કે વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અભિનેત્રી છે કાશિકા કપૂર, જેણે તાજેતરમાં પ્રખ્યાત અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટના પગલે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઝેગલ કો-બ્રાન્ડેડ રિટેલ ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ લોન્ચ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કરે છે

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું 52.89% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!