Proud of Gujarat
FeaturedGujaratINDIA

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની રજૂઆત.

Share

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ એક ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (“ફંડ/સ્કીમ”) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.

ફંડ માટેનો એનએફઓ 21 જુલાઈ, 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 ઓગસ્ટ, 2022 ના રોજ બંધ થશે. ફંડનું સંચાલન ઇક્વિટી માટે ફંડ મેનેજર અને રિસર્ચ હેડ શ્રી હર્ષદ બોરાવેકે અને ડેબ્ટ માટે ફિક્સ્ડ ઈનકમના સીઆઈઓ શ્રી મહેન્દ્ર જાજૂ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ફંડ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 હાઇબ્રિડ કમ્પોઝિટ ડેબ્ટ 50:50 ઇન્ડેક્સ હશે.

Advertisement

ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

મુખ્ય મુદ્દા:

1. ઇક્વિટી, આર્બિટ્રેજ અને ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેની ડાયનેમિક એસેટ ફાળવણીને કારણે વોલેટાઈલ સમયમાં રોકાણ માટેનો એક સારો વિકલ્પ.

2. ફંડનો હેતુ તેજી દરમિયાન લાભ મેળવવાનો અને મંદીના તબક્કામાં નુક્શાનને મર્યાદિત કરવાનો છે.

3. ફંડ મેનેજરો ઇક્વિટીમાં એડજસ્ટેડ પીઈ (પ્રાઈસ ટુ અર્નિંગ્સ) અને પીબીવી (પ્રાઈસ ટુ બુક વેલ્યુ) રેશિયો અને ડેબ્ટ એલોકેશનમાં બાય એન્ડ હોલ્ડ વ્યૂહરચના પર આધારિત આંતરિક મોડલને અનુસરશે.

4. અસ્કયામતની ફાળવણીની ખાતરી કરવા માટે લવચીક અભિગમ અપનાવવામાં આવશે.

5. ઇક્વિટી અને આર્બિટ્રેજ સાધનોનું રોકાણ રોકાણકારો માટે ઇક્વિટી કરવેરા સુનિશ્ચિત કરશે.

“રોકાણકારોને બજાર ઘટવાનો ડર છે. પરંતુ ભારત જેવા દેશમાં, ઇક્વિટી માર્કેટમાં રોકાણ નહીં કરવાથી લાંબા ગાળે અફસોસ કરવા જેવી બાબત બની શકે છે. મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ બજારની સંપૂર્ણ સાયકલ દરમિયાન રોકાણકારોની ભાગીદારીને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે અને લાંબા ગાળે વાજબી વળતર મેળવવાનું ધ્યેય રાખે છે”, એમ મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ. (“એએમસી”) ના સીઇઓ શ્રી સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું.

એએમસી જોખમ રિવોર્ડના પરિબળને ધ્યાનમાં રાખીને રોકાણકારોની જરૂરિયાતોને સંબોધવા માટે રચાયેલ પ્રોડક્ટનું માળખું ઓફર કરે છે અને મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ એ આ પ્રક્રિયાની જાળવણીનો એક ભાગ છે જેનો હેતુ યોગ્ય પ્રકારના રોકાણ ઉકેલો ઓફર કરવાનો છે, એમ શ્રી મોહંતીએ ઉમેર્યું હતું

મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રોકાણકારો માટે રેગ્યુલ પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાં ઉપલબ્ધ હશે. એનએફઓ પછી, લઘુતમ વધારાની ખરીદીની રકમ રૂ. 1000 હશે અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં ખરીદી કરી શકાશે.

સુચિત્રા આયરે


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એસએમઈ માટે ક્રાંતિકારી વીમા ઉકેલો રજૂ કરવા Actyv.ai સાથે સહયોગ કર્યો

ProudOfGujarat

આમોદનાં સમનીમાં એક પરપ્રાંતીય મહિલાની સેવા કરે છે પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

વાંકલ : ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ભીલીસ્તાન સેનાએ મહેસુલ – ઘર વેરો, લાઈટબીલ માફ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!