Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” નો કાર્યક્રમ યોજાશે.

Share

નર્મદા જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગતતા.૧૩ થી ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ સુધી “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ કાર્યક્રમ ગૌરવભેર ઉજવાશે. આ અંગે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મહત્વની બેઠકમાં કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.

વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેકટર એચ.કે. વ્યાસે “હર ઘર તિરંગા” ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વ સાથેની ભાવના વધુ બળવત્તર બને તેવા હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો વગેરે જેવા તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. જિલ્લાના તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને ઉક્ત કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી રાજપીપલા શહેરી વિસ્તાર સહિત જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં આ ઉજવણીના સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા “ટીમ નર્મદા” ને ખાસ હિમાયત કરી હતી.

Advertisement

આ બેઠકમાં જિલ્લામાં અંદાજે ૧.૨૫ લાખ રહેણાંક મકાનો, ૨૨૨ ગ્રામ પંચાયતો, ૧૦૪૫ સહકારી મંડળીઓ, ૮૯૧ શાળાઓ, ૯૫૨ આંગણવાડીઓ, ૨૫૦૦ કોમર્શિયલ એકમો, ૨૦૬ PHC/SC/CSCS, ૫૮ પશુ દવાખાનાઓ, ૨૨૧ સસ્તા અનાજની દુકાનો સહિત અંદાજિત ૧.૩૨ લાખ જેટલા ધ્વજની જરૂરીયાત અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી. તદ્ઉપરાંત “આન-બાન-શાન ઓફ તિરંગા” થીમ હેઠળ ખાસ તિરંગા માર્ચ, રેલી, પ્રભાત ફેરીનું આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોલ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 898 કેસનો નિકાલ થયો

ProudOfGujarat

બ્રેકીંગ…વાગરા તાલુકાના ઓચ્છણ ગામના વયોવૃદ્ધનું મતદાન અંતિમ દાન બન્યુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!