Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા શહેર પોલીસ ભવન ખાતે મિથેનોલના વેપારીઓ સાથે બેઠક યોજાઈ.

Share

વડોદરા શહેર પોલીસ ભવન ખાતે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘની અધ્યક્ષતામાં તેમજ અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા, તમામ નાયબ પોલીસ કમિશનર તથા પોલીસ ઈન્સપેક્ટરની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ” મિથેનોલ ” ના નાના મોટા તમામ ટ્રેડર્સ, કન્ઝમર, યુઝર, સ્ટોરેજ રાખનાર એવા તમામ સાથે એક મીટીંગ / અવરનેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મિથેનોલના ટ્રાન્સપોર્ટેસન તેમજ સ્ટૉરેજ દરમ્યાન કોઈ ગેરરીતી ન થાય અને તેનો નિયમ અનુસાર જ ઉપયોગ થાય તથા અન અધિકૃત વ્યક્તિ પાસે તેનો જથ્થો ન જાય અને એના દુરઉપયોગના કારણે કોઈ હોનારત કે દુર્ઘટના ન સર્જાય તેના માટે જરૂરી ચર્ચાઓ કરી સુચનાઓ આપવામાં આવી હતી જેમાં ૬૦ થી ૭૦ ડિલર્સ તથા ટ્રેડર્સ હાજર રહેલા અને તેઓ તરફથી પણ મિથેનોલનો કોઈ જથ્થો કોઈ અનઅધિકૃત વ્યક્તિના હાથમાં ન જાય તે માટે તેઓ તરફથી પણ પુરતી કાળજી રાખીને ધ્યાન રાખવામાં આવશે એવી તેઓ તરફથી બાહેધરી આપવામાં આવેલ હતી અને કોઈ પણ પ્રકારની આવી ગેરકાયદેસર પ્રવૃતી તેઓના ધ્યાન પર આવશે તો પોલીસ વિભાગને માહિતી આપી પુરતો સહકાર આપવા માટે પ્રતિબધ્ધતા દર્શાવેલ હતી જે બેઠક અંગેની વિગત મીડિયા સમક્ષ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ એ આપી હતી.

Advertisement

Share

Related posts

તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

વડોદરા કોર્ટમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર- ધંતૂરીયા ગામની સીમમાંથી પાંચ જેટલા ઇસમને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!