Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરાઈ.

Share

અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિર પ્રાંગણમાં સોસાયટીની તેમજ આજુબાજુની મહિલાઓએ શીતળા સાતમની પૂજા અર્ચના કરી હતી.

અંકલેશ્વર તાલુકાના નિરાંતનગર સોસાયટીમાં આવેલ શિવ શક્તિ મંદિર ખાતે શીતળા સાતમની પૂજા અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી. શીતળા સાતમના એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતની વાનગીઓ, મિષ્ઠાન, પકવાન, જમવાનું બનાવી બીજા દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે ટાઢું જમવાની પ્રથા છે. આજરોજ જમવાનું ના બનાવી શકાય એટલે મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈ શીતળા માતાની કથા સાંભળે છે. આજે જમવાનું ના બનાવવાનું હોવાથી ચૂલો સળગાવતા નથી અને આજે જમવાનું ટાઢું જમે છે. ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને સૌ મહિલાઓએ આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના જુના ટોઠિદરા ગામે ઉપસરપંચની ચુંટણીની અદાવતે મારામારી કરતા ત્રણ ઇસમો સામે સરપંચની ફરિયાદ.

ProudOfGujarat

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે આસીફભાઈ શેખની બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!