Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગાડીનો કાચ તોડી લાખોની મત્તાની ચોરી થતા ચકચાર.

Share

અંકલેશ્વર ખાતે ફાયરિંગ, લૂંટ અને ચોરીઓ જેવી ઘટનાઓ સતત છેલ્લા ૨૪ કલાકથી સામે આવતી જોવા મળી રહી છે. ગતરોજ બેંકમાં લૂંટ તેમજ એક આર.ટી.આઈ એક્ટિવિસ્ટ પર ફાયરિંગની ઘટના બની હતી જે અંગેની શાહી હજુ સુકાઈ નથી જેના ગણતરીના કલાકોમાં તો અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એક કારનો કાચ તોડી રૂપિયા ૩.૫૦ લાખની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થતા પોલીસ વિભાગ દોડતું થયું છે.

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખુશ હાઇટ્સ ખાતેના પાર્કિંગમાં પાર્ક કરેલ એક કારના કાચ તોડી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી અજાણ્યા બાઇક સવાર ઈસમો ફરાર થતા સમગ્ર ઘટના અંગેની જાણ કારના માલિક દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામે આર.એસ.એસ ના કાર્યક્રમ મા ભાગ લેવા બાબતે થયેલ મારામારી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામની સીમમાં શેરડીનાં ખેતરોમાં આગ લાગતા નુકશાન.

ProudOfGujarat

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!