Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ પર્વે ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપ દ્વારા સાયકલ રેલી યોજાઇ.

Share

– 60 જેટલા સાયકલીસ્ટોએ ઝાડેશ્વર આઈનોક્ષ ખાતેથી નીકળી સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા.

– કોરોના મહામારી બાદ સ્વાસ્થ્ય અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ સાયકલ રેલી.

Advertisement

આજરોજ મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સાયકલીસ્ટ ગ્રૂપના 60 સભ્યોએ સાયકલ રેલી કાઢી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સવારે 6 કલાકે ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતે આવેલ આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષથી ભરૂચ સાયકલ ગ્રુપના 60 સભ્યો સાયકલ રેલી લઈ ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી ચોકડીથી ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ રોડ પર આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા હતા. સાયકલીસ્ટ દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં રહેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Share

Related posts

ભરૂચ અંકલેશ્વર ટવીન્સ સીટી વચ્ચે આગમી તા. 22 થી સીટી બસ સેવાઓ થશે શરૂ.

ProudOfGujarat

અંકલેશ્વર-રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગ્રુપના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન નો આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ  સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અન્વયે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!