Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અને પર્યાવરણ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

વાંકલ વન વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ, ફોરેસ્ટર હિતેશભાઈ માલી, વન કર્મચારી, નલીનીબેન વસાવા અને સ્ટાફ દ્વારા વન્ય પ્રાણીઓ અને પર્યાવરણના જતન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું તેમજ વન્ય પ્રાણી ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓને વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનો દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વાલિયાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં નજીવી બાબતે બે જુઠ્ઠ વચ્ચે અથડામણ થતા વાહનોમાં તોડફોટ અને છ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી બનાવ અંગે વાલિયા પોલીસ મથકે સામ-સામે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે

ProudOfGujarat

સુરત : ધો. ૧૦ની વિદ્યાર્થીની પર ૫ યુવકોએ કર્યો રેપ.

ProudOfGujarat

નર્મદા અસરગ્રસ્તોના 13 ગામોના 178 કુટુંબોને જમીન સામે જમીન,પુખ્ત વયના પુત્રો માટે 5 લાખની રોજગાર સહાયની જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!