Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ધો. ૧૦ની વિદ્યાર્થીની પર ૫ યુવકોએ કર્યો રેપ.

Share

ઇન્સ્ટાગ્રામ પર કરી હતી ફ્રેન્ડીશપ સુરત તા. ૧૮ .  ફોટો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપી પાંચ યુવકોએ ધોરણ ૧૦ની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વિદ્યાર્થિની અને યુવકનો સંપર્ક ઈન્સ્ટાગ્રામ પર થયો હતો.

મળી રહેલી વિગતો અનુસાર  ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી રસીલા (નામ બદલ્યું છે.) સાથે અમન નામના યુવકે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ કરી હતી. ત્યાર બાદ અમને રસીલાના ફોટો એડિટ કરીને બિભત્સ બનાવ્યા હતા. આ ફોટો તેના પિતાને અને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપીને તેણે અલગ અલગ જગ્યાએ બોલાવી રસલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

Advertisement

અમનની સાથે તેના અન્ય ચાર મિત્રોએ પણ આ બિભત્સ ફોટો બતાવીને રસીલા પર બળાત્કાર ગુજાર્યો  હોવાનું સામે આવી રહ્યું છે. યુવકોની હેરાનગતિથી કંટાળીને રસીલાએ આ સમગ્ર ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી. આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પાંચેય યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે.

( સૌજન્ય : અકિલા )


Share

Related posts

મહંમદપુરા એપીએમસી માર્કેટ યાર્ડમાં કચરાના ઢગલાં, રોગચાળો ફાટવાની દહેશત વારંવાર રજૂઆતો છતાં સફાઈને લઈને કોઈ કાર્યવાહી થતી નથી : વેપારીઓ

ProudOfGujarat

ભરૂચમાં થેલેસેમિયા મેજર બાળકો માટે ફ્રી HLA ટેસ્ટ કેમ્પ યોજાયો : રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, થેલેસેમિક ગુજરાત તથા જલારામ હેલ્થકેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં 81 ખેડૂતોને PGVCL એ એક કરોડનો દંડ ફટકારતા વિરોધ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!