Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

આ કારણે સાબરકાંઠામાં માતાએ ખેતરમાં બાળકીને જીવતી દાટી, અત્યારે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે માસુમ.

Share

ગઈકાલે હિંમતનગરના ગાંભોઈમાં જમીનમાં દટાયેલી જીવતી બાળકી મળી આવતા ચકચારી મચી જતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીના માતા-પિતાની શોઘ કરતા કેટલાક ખુલાસાઓ આ મામલે થયા હતા. જેમાં માતાએ આ વાત સ્વીકારી છે કે, તેણે તેની બાળકીને જીવતી દાટી દીધી હતી. પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે બીજા બાળકનું ભરણપોષણ ના કરી શકતા હોવાના ઈરાદા સાથે બાળકને જમીનમાં દાટી દીધું હતું.

બાળકીને ખેતરમાંથી અત્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી છે પરંતુ તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જેની અત્યારે સારવાર ચાલી રહી છે. માતા મંજૂ અને પિતા શૈલેષ પોતાની બાળકીને ગુરુવારે સવારે છ વાગ્યાના આસપાસમાં ખેતરમાં દાટી દીધી હતી ત્યારે આ મામલે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ના હોવાનું તેમને જણાવ્યું હતું.

Advertisement

બંને જણાં બાળકીને ખેતરમાં દાટેલી આ હાલતમાં મૂકીને સાસરીમાં ગાંભોઈ રહેતા હતા. ગાંભોઈના ચામુંડાનગર વિસ્તારમાં તેઓ રહેતા હતા ત્યાં પોલીસ દ્વારા આ ઘટનાને જોતા સતત તપાસ કરાઈ રહી હતી. જેમાં કડી પાસેના નંદાસણ ગામે ગયા હોઈ ત્યાંથી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા અને માતાને પૂછતા આ ખૂલાસો બાળકી મામલે થયો હતો.

ચકચારી મૂકી દે તેવી ઘટનાનામાં માં ની વેદના મરી પરવાડી હોય તેમ બાળકી જમીનમાં દટાયેલી હાલતમાં મળી હતી. ત્યારે શું આર્થિક પરિસ્થિતિએ આવું કરાવ્યું હશે કે, દિકરો જન્મ્યો ના હોવાથી આ રીતે જીવતી દાટી દેવાઈ હતી. તે પણ અનેક સવાલો છે. કેમ કે, અગાઉ બાળકીને દૂધ પીતિ કરાતી હતી ત્યારે આ રીવાજો નથી પરંતુ આ પ્રકારના વિચારો લોકોમાં જરુર છે. આ ઘટનાએ પુરા ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે.


Share

Related posts

ભરૂચના નેશનલ હાઇવે ૪૮ પર આઇસર ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં ૮ જેટલા લોકો ઘાયલ.

ProudOfGujarat

ગોધરા : સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!