Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમરાવતી નદીમાં દશા માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન 3 યુવાનો તણાયા : એક યુવાનનો બચાવ, 2 લાપતા.

Share

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં રાત્રી દરમિયાન દશામાં ની મૂર્તિઓનું વિસર્જન વિધિ ચાલી રહી હતી, તે જ દરમિયાન નજીકના જ ગામમાં રહેતા ત્રણ યુવાનો અચાનક નદીના પાણીમાં ગરકાવ થયા હતા, ત્રણ પૈકી એક યુવાનનો ધસમસતા પ્રવાહ વચ્ચેથી આબાદ બચાવ થયો હતો જોકે અન્ય બે યુવાનો હજુ પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે.

મામલા અંગેની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયરના જવાનોને કરવામાં આવતા ફાયરના લાશકરોએ અમરાવતી નદી ખાતે દોડી જઈ નદીના પ્રવાહમાં લાપતા બનેલા બંને યુવાનોની શોધખોળ હાથધરી છે, અચાનક બનેલ ઘટનાના પગલે સ્થળ ઉપર લોક ટોળા જામ્યા છે,જોકે સવારે ૧૦ વાગ્યા સુધી બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પટ્ટો લાગ્યો નથી તો બીજી તરફ પોલીસ વિભાગે પણ સ્થળ દોડી જઈ મામલા અંગેની તપાસ હાથધરી યુવાનોની ઓળખ વિધિ હાથધરી છે.

Advertisement

અચાનક વહેલી સવારે નદીમાં ત્રણ યુવાનો તણાયા હોવાની વાત વાયુવેગે લોકોમાં પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ભર્યો માહોલ છવાયો છે,તેમજ સ્થાનિકો દ્વારા પણ લાપતા બનેલ યુવાનોની શોધખોળ માટે ફાયરના જવાનોને મદદરૂપ બની રહ્યા છે.

હારૂન પટેલ : ભરૂચ
મો. 9925222744


Share

Related posts

અંકલેશ્વર રાજપીપલા રેલવેની સાથેસાથે ઝઘડિયા નેત્રંગ રેલવે પણ ચાલુ કરવા માંગ.

ProudOfGujarat

સુરત : આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ProudOfGujarat

વાગરા-પીસાદ રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનનાં મોત : એચ.પી. પેટ્રોલ પંપ નજીકના વળાંક પાસે અકસ્માત સર્જાયો; ટેન્કર મૂકી ચાલક ફરાર, મૃતકો ભાઈબંધ અને પાડોશી હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!