Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંડવી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિન અને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Share

માંડવી પોલીસ તંત્ર દ્વારા 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન અને મોહરમ અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશનના પી આઈ. હેમંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી

જેમાં વિશ્વ આદિવાસી દિન અને મોહરમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીઆઇ હેમંતભાઇ પટેલ દ્વારા મોહરમના રૂટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તાજીયાને માર્કેટ ફળિયા ખાતે ઠંડા કરવા અંગે મુસ્લિમ સમાજના તમામ બિરાદરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિંદુ-મુસ્લિમ બંને કોમના ભાઇઓ વચ્ચે સુલેહ શાંતિપૂર્ણ રીતે બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે માંડવી નગરના ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી પાલિકા પ્રમુખ રેખાબેનવશી, માંડવી નગર ભાજપ ઉપ-પ્રમુખ ઇશ્વરભાઇ સોલંકી, સંજયભાઈ શાહ, પીએસઆઇ બાલકૃષ્ણ ભાઈ ગામિત, મુસ્લિમ સમાજના આગેવાનો સમીર બાવા, મકસુદભાઈ કાજી, રસીદ ખાન પઠાન, મુસ્તાકભાઈ રાવત તેમજ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર જીતેન્દ્ર સોલંકી માંડવી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગાંગડીયા ગામની પરણિતાની લાશ જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર.

ProudOfGujarat

નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો આવ્યો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નવી ઓટો-હોમ લોનના વ્યાજદરમાં વધારાની તૈયારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!