Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : કવાંટ પીએસઆઈ સી.એમ.ગામીતએ પોલીસ સ્ટાફ સાથે ટાઉનથી રામી ડેમ ખંડીબારા સુધી તિરંગા યાત્રા યોજી.

Share

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમા જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. જેને લઈને ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યભરમાં અલગ અલગ સમુદાય દ્વારા તિરંગા યાત્રા યોજાઇ રહી છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે કવાંટ પી.એસ.આઇ સી.એમ.ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા કવાંટ ટાઉનથી રામી ડેમ ખંડીબારા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કવાંટ ટાઉન પોલીસના પીએસઆઇ સી.એમ.ગામીતએ જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગાના ભાગરૂપે આજરોજ કવાંટ પોલીસ દ્વારા ટાઉનથી રામી ડેમ ખંડીબારા સુધી પોલીસ સ્ટાફ સાથે રાષ્ટ્રધ્વજ સાથે હરઘર તિરંગા અભિયાન અંગે લોક જાગૃતિ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

KP એનર્જીની સાઇટ પરથી રૂ.1.50 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી, સાઇટ એન્જિનિયર સહિત ત્રણ સામે ગુનો :  વાગરાની વિવિધ સાઇટ્સ પરથી 3,800 મીટર કંડક્ટર વાયર ગાયબ, કંપનીની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો

ProudOfGujarat

ભરૂચ : દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવી બનાવવી તે અંગે જાહેરનામુ બહાર પડાયું જાણો કેવા નિયંત્રણો મુકાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ગુમાનપુરા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!