Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરાતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાથધરી.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકની હદમાં આવેલ નવીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક વિધવા મહિલા ઉર્મિલાબેન મહેન્દ્રસિંહ જાદવ ઉં.વર્ષ 41 નું ગળું કાપી હત્યાને અંજામ અપાયો હોવાની ઘટના સામે આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે.

ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી તેને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું સામે આવી રહ્યું છે, હાલ વિધવા મહિલાની હત્યા શુ કારણસર કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

Advertisement

મહત્વની બાબત છે કે પોલીસ મથકની નજીકમાં જ આવેલ નવી નગરી વિસ્તારમાં મહિલાની કરપીણ હત્યાને અંજામ અપાયા બાબત લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ ઘટના બાદ સ્થળ પર લોક ટોળા પણ જામ્યા હતા, મકાનના બેડ પર જ સુતેલ મહિલાનું તીક્ષ્ણ હત્યાર વડે ગળું કાપી હત્યારાએ હત્યાને આપ્યો હોવાનું પ્રાથમિક જાણકારીમાં સામે આવી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત CNG પંપ પર ઓટોરિક્ષામાં આગ : ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાઈ ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ (VGIP) ૨૦૨૬’ અંગેની માર્ગદર્શક બેઠક : GIDC ના સંયુક્ત વ્યવસ્થાપક નિયામક શ્રી પ્રભવ જોશી (IAS) ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા સહિતના વિવિધ ઉદ્યોગ મંડળોના પ્રમુખો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત :  કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને વીજ દર સંબંધી પ્રોત્સાહનોની વિસ્તૃત માહિતી અપાઈ: MSME થી લઈને મેગા ઇન્ડસ્ટ્રીઝને મળશે વિશેષ લાભ

ProudOfGujarat

સુરત : મોટામિયાં માંગરોલ ખાતે ઐતિહાસિક ઉર્સની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!