Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર નર્મદા નિગમના વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન.

Share

રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેશના રાજ્યોમાં સૌથી ઉંચે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલકઅને ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને તથા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ તકે નર્મદા ડેમના મુખ્ય ઇજનેર રાજેન્દ્ર કાનુન્ગો, અધિક્ષક ઇજનેર એમ.એલ.પટેલ, કાર્યપાલક ઇજનેર ટી.વી.કેદારીયા અને રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આપણો રાષ્ટ્રધ્વજ આજે આન, બાન અને શાનથી લહેરાઇ રહ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત સરદાર સરોવર નર્મદા ડેમના કર્મયોગીઓને સંબોધતા વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાએ ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી નર્મદા ડેમના નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર સૌ કોઇ પ્રત્યે રાજય સરકાર વતી આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ દ્વારા પિવાના અને ખેતી તેમજ ઉદ્યોગોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થાય અને પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌ કોઇને કાર્યરત રહેવાની હિમાયત કરી સૌની સારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યકત કરી હતી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા કરજણ કોંગ્રેસ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર બસ ડેપો મેનેજરની ઓફિસને મામલતદારની હાજરીમાં સીલ મારી દેવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!