Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાના બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

Share

પંચમહાલ જિલ્લાના બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જીલ્‍લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ માટે આઈ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ તા.૦૬-૦૩-૨૦૨૧ થી ૩૧-૦૫-૨૦૨૧ સુધી અરજી કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જે માટે સમયમર્યાદા વધારીને તા.૧૫-૦૬-૨૦૨૧ સુધી કરવામાં આવી છે. બાગાયત ખાતા દ્વારા સામાન્ય જાતિ, અનુસુચિત જન જાતિ તથા અનુસૂચિત જાતિના તમામ પ્રકારના ખેડુતોને સહાય મેળવવી હોય તો વિવિધ યોજનાઓમાં અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વધુમાં સાત પગલા ખેડુત કલ્યાણ અંતર્ગત ફળ ફુલ અને શાકભાજીના બગાડ અટકાવવા માટે રોડ સાઇડ પથારા વાળા ફેરીયાઓ તેમજ વેપારીઓ વિના મૂલ્યે છત્રી મેળવવાની અંગેની સહાય મેળવવા માંગતા ખેડુતોએ ગ્રામ પંચાયત ખાતેના ઇ-ગ્રામ સેન્ટર પર વી.સી.ઇ મારફત અથવા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની નકલ, ૮-અ, ૭/૧૨(ચાલુ વર્ષની અસલ કોપી), જાતિની દાખલો, આધારકાર્ડ તથા આધારલીંક બેંક પાસબુકની નકલ સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્‍લા સેવા સદન-ર, બીજો માળ, ગોધરા જી.પંચમહાલ ખાતે પહોચાડવાની રહેશે. વધુ વિગત માટે ફોન નં-૦૨૬૭૨-૨૪૦૦૩૯ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી ગોધરાની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ વિધાનસભા માટે પાંચ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ.

ProudOfGujarat

યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોધરાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર તરફ રવાના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!