Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : ઠાસરાના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં પુત્રીનું મોત, માતા ઈજાગ્રસ્ત.

Share

ખેડા જિલ્લાના ઠાસરા પંથકના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં માતા, પુત્રીને ઈજા પહોંચી હતી. 5 વર્ષિય પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ દિવાલનો કાટમાળ માતા-પુત્રી પર પડતા બન્ને લોકો દબાયા હતાં. સ્થાનિકોએ આ માતા-પુત્રીને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારે પવન અને વરસાદી ઝાપટાના કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ઘટના બની હતી. ગંભીર રીતે ઘાયલ માતા તથા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યા સારવાર દરમિયાન પાંચ વર્ષિય દિકરી પ્રિયંકા પરમારનું મૃત્યુ થયું હતું. જ્યારે માતા રમીલાબેન પરમાર સારવાર હેઠળ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

દેશી મેલોડીઝના માલિક અને મ્યુઝિક લિજેન્ડ બી-પ્રાકે પણ ‘ક્યા હોતા’ ગીત પર તેમની લાગણીઓ વ્યક્ત કરી.

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં ગાર્ડનમાં વરલી મટકાનો જુગાર રમતા 11 ઇસમોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!