Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં પાંચ વર્ષીય બાળકી ઉમ્મી હબીબા એ રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

Share

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોઝો રાખી ખુદાની બંદગી કરતા હોય છે, વહેલી મળસ્કે શહેરી કરી શરૂ થતો રોઝો સાંજે સુર્યાસ્ત સુધી એટલે કે ૧૫ કલાક જેટલો સમય સુધી ચાલે છે.

આ માસ દરમિયાન મુસ્લિમ સમાજમાં રોઝા રાખી પાંચ ટાઈમની નમાજ સાથે રાત્રીના વિશેષ તરાવિહની નમાજ અદા કરવામાં આવે છે, તેમજ દિવસ દરમિયાન ખુદાની બંદગી વચ્ચે પ્રસાર કરતા હોય છે, નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી સતત ૧૫ કલાક જળ, અન્નથી દુર રહી સાંજના સમયે ઇફતાર કરી રોઝો છોડતા હોય છે, ભરૂચના ફુરજા વિસ્તારમાં રહેતી ઉમ્મી હબીબા સલામ મલેકની પાંચ વર્ષીય દીકરી એ રમજાન માસ દરમિયાન રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી દેશ અને દુનિયામાં અમન સાથે ભાઈચારો બની રહે તે પ્રકારની દુઆઓ કરી યુવા વર્ગને સંદેશો આપ્યો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

ભરૂચનાં અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ વધી જતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા…

ProudOfGujarat

ભરૂચ,અંકલેશ્વરમાં જુગરધામો પર પોલીસના દરોડા, હજારોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!