Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : મોંઘવારી અને બેરોજગારીને પગલે કોંગ્રેસ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ.

Share

ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ સતત છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે. જેના અનુસંધાનમાં આજે નડિયાદમાં સવારે 8 થી બપોરના 12 કલાક સુધી બજાર બંધનુ એલાન આપવામાં આવ્યું હતું.

સંતરામ રોડ સહિતના વિસ્તારોના બજારો ખુલ્લા રહ્યા હતા. આથી સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકરો બે હાથ જોડી વેપારીઓને વિનંતી કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી કાર્યકરો એ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને બાદમા પોલીસે કોગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું છે કે, અમે બે દિવસ પહેલા શહેરના નગરજોને આ મામલે બંધ રાખવા અપીલ કરી હતી. જેનો આજે અમને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ પોલીસે અમારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરી જે દુકાનો બંધ કરાવી હતી તેને ખોલાવી દેવડાવામાં આવી હતી આમ છતાં પણ અમને સાથ સહકાર મળ્યો છે જેથી અમે નગરજનોના આભારી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા એ.બી. ગોર.

ProudOfGujarat

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ગોધરા શહેરમાં મૂસ્લિમ બિરાદરોએ મોહરમ પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!